અસલી ક્યા હૈ?

સુજ્ઞવાચક,

આ બ્લોગ ખાસ તારા માટે છે. ગમતું જોઇને પોતાના નામે ગુલાલ કરવો તારો સ્વભાવ છે તો આ બ્લોગ ખાસ તારા માટે છે.

જન્મ થયો ત્યારથી આજ સુધી હું હંમેશા નકલ કરતો આવ્યો છું. મને રડતાં નહોતું આવડતું પણ પ્રસુતિગૃહનાં અન્ય બાળકોની નકલ કરીને રડતાં શિખ્યો. ભાઈઓને જોઇને રમતાં શિખ્યો, ભણતાં શિખ્યો. પપ્પા પાસેથી ધંધાની રીત-રસમો શિખ્યો. મારા દાદાએ કર્યું તે પપ્પાએ કર્યું અને હવે હું પણ પપ્પાની નકલ કરી રહ્યો છું. મેનેજમેન્ટનું ભણ્યો છું એટલે પરંપરાગત વ્યવસાયમાં નવિનતા લાવી રહ્યો છું પણ હકિકતમાં નવિનતાને નામે હું જે કરી રહ્યો છું તે સફળ વ્યક્તિઓની નકલ માત્ર છે.

જ્યાં સુધી ‘અસલી ક્યા હૈ?’ની જાણ નથી ત્યાં સુધી દરેક નકલ પણ અસલ લાગે છે. આજનું ઉદાહરણ તે માટે પુરતું છે.

દરરોજ તો ન કહી શકાય પણ નિયમિત મળશું તે ચોક્ક્સ છે.

પરિક્ષિત
૧લી મે, ૨૦૦૯

Advertisements

8 Responses to અસલી ક્યા હૈ?

 1. વિનય ખત્રી કહે છે:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

 2. Neepra કહે છે:

  વાહ મિત્ર, મેનેજમેન્ટના પાઠ ભણીને નકલતા તરફનું પ્રયાણ આવકારદાયક છે.
  પણ નકલ પરથી પરદો ઉચકવાની આ પ્રક્રિયામાં તારી અસલતાને ભુલતો નહી.

 3. Kartik Mistry કહે છે:

  સરસ! વિનયભાઇ બ્લોગ નકલખોરોની પોલ ખોલે છે અને તમે ફિલમ નકલખોરોની!

 4. રૂપેન પટેલ કહે છે:

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 5. સરસ. પણ “નકલ કરવી મારો જન્મસિદ્ધ અધિકાર છે” – આ વાકય સાથે શ્રી વિનયભાઇ સહમત નહી થાય.

 6. કૃતેશ કહે છે:

  પરિક્ષિતભાઇ, વિદેશી ધૂનની નકલ તો સમજ્યા. આ ગીત સાંભળો. આપણા ગુજરાતી હિમેશભાઇએ એક ગુજરાતી ગીતમાં આપણા સંગીતકાર ગૌરાંગ વ્યાસની ધૂન ચોરી છે.
  http://www.krutesh.info/2010/02/blog-post_23.html#axzz2BETtxcYe

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s